સહકાર ક્ષેત્રે ગુજરાતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરનાર દિલીપભાઈ સંઘાણીની ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ (ICA)ના બોર્ડ ડાયરેક્ટર તરીકે પસંદગી થતાં લીલીયા મોટામાં ખુશીનો માહોલ છવાયો હતો. આ સિદ્ધિની ખુશીમાં પ્રગતિ સેવિંગ્સ એન્ડ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિ. દ્વારા લીલીયા મોટામાં આવેલા ‘દિલીપ સંઘાણી સહકાર ભવન’ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સોસાયટીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેમજ સામાજિક આગેવાનોની હાજરીમાં ફટાકડા ફોડી અને એકબીજાને શુભેચ્છા પાઠવી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. દિલીપભાઈ સંઘાણીની આ આંતરરાષ્ટ્રીય વરણીને લીલીયા મોટા સહિત સમગ્ર સહકારી ક્ષેત્ર માટે ગૌરવની બાબત ગણાવવામાં આવી હતી.