અમરેલીમાં યુવાન પરિણીતાએ ગળાફાંસો ખાઈ લેતાં ચકચાર મચી ગઈ હતી. બનાવ સંદર્ભે નનકુભાઈ ભવાનભાઈ બોરીચા (ઉ.વ.૩૮)એ જાહેર કર્યા મુજબ, તેમનાં પત્ની ક્રિષ્નાબેન નનકુભાઈ બોરીચા
(ઉ.વ.૨૧)એ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખાના હુકમાં સાડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો, જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું. યુવાન પરિણીતાએ કયા કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું તે જાણવા પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે. અમરેલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇ વધુ તપાસ કરી રહ્યા છે.










































