રાજુલા તાલુકાના કોવાયા ખાતે આવેલી આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલના વિદ્યાર્થી મંત્ર કપિલભાઈ શેઠે CBSE ધોરણ-૧૦ની પરીક્ષામાં શાળામાં ત્રીજો ક્રમ મેળવી ગૌરવ વધાર્યું છે. તેમની સિદ્ધિ બદલ ધાતુ પરિવાર સેવા ટ્રસ્ટ દ્વારા અમદાવાદના જે.બી. ઓડિટોરિયમ ખાતે યોજાયેલા સમારોહમાં મેડલ અને રોકડ પુરસ્કાર આપી સન્માન કરાયું હતું. મંત્રે ચેસમાં રાજ્ય કક્ષાએ પણ ભાગ લીધો છે. તેઓ રાજુલાના અગ્રણી રસિકલાલ શેઠના પૌત્ર છે. તેમની સફળતા બદલ પરિવાર તથા સમાજમાં હર્ષની લાગણી ફેલાઈ છે.









































