વિશ્વ આખું જાત જાતની ને ભાત ભાતની ચીજ વસ્તુઓથી ભરપુર છે, કંઇ કેટલુંય નોખું અનોખું આશ્ચર્ય ચક્તિ કરી મૂકનારૂ ને અજબ ગજબનું અહીંયા હું આપને એવા હોટલ્સ વિશે જણાવા રહી છું, જે પોતાની રીતે એક અનોખી જ હોય છે. કંઇ કામ પર આધારિત હોય. જાણીને તમે આશ્ચર્ય ચક્તિ થઈ જાશો, ને તમે પોતે ત્યાં જવાનુ મન થઈ આવશો. તો ચાલો એવી હોટલ્સ ની સફર…
ધ જીરાફ મેનરઃ
૧૯૩રમાં સર ડેવિડ ડનકેને બનાવેલી નેરોબી – કેન્યાની ૧૪૦ એકરમાં ફેલાયેલી આ હોટલ જીરાફના ઘર જેટલી ઉંચી છે. અહીંયા તમને હરતા ફરતા જીરાફ પણ જોવા મળશે. અને કેટલીક વાર તો જીરાફ હોટલની અંદર પણ આવી જાય છે, અને પર્યટકો એની સાથે દોસ્તી કરી રમે છે. બારીમાંથી હોટલની અંદર મો નાખીને નિરીક્ષણ કરતા જીરાફને ખાવા માટે પણ આપે છે. હોટલની આસપાસ ઘનઘોર જંગલો ની મજા માણવી એ રોમાંચક બની રહે છે. ત્યાં જનાવર પક્ષી વગેરે ફરતા નજરે પડે છે.
જેડ સ્કીન ટાવર હોટલઃ
ચીનના હુએેંગ શન વિસ્તારમાં આવેલી આ હોટલ બહુજ અજબ ગજબની છે. આ હોટલ પહાડ પર ૧૮૩૦ મીટરની ઉચાઈ પર આવેલી છે. આ ફાઈવસ્ટાર હોટલ સુધી પહોંચવા માટે તમારે ફકત ૬૦ હજાર… હા, સાઈઠ હજાર પગથિયા ચડવા પડશે. જો આ પગથિયા ના ચઢવા હોય તો તમે હવામાં ચેર ખુરશી પર બેસીને પણ જઈ શકો છો, અને કેબલ કાર દ્વારા પણ જઈ શકો છો. અહીંયા થી માઉન્ટેન રેન્જનો નૈસર્ગિક નઝારો જોવાની મજા જ અનેરી છે. અહીંયા પાઈનુ ૧૫૦૦ વર્ષ જૂનુ વૃક્ષ છે.
બોઈંગ ૭ર૭ કોસ્ટા વર્ડેઃ
કોસ્ટારિકના એટોનિયાના જંગલ વિસ્તાર નેશનલ પાર્કમાં ૫૦ ફિટની ઉંચાઇ પર ૧૯૬૪માં બનેલા બોઈંગ ૭ર૭ પ્લેન (એર ક્રાફટ)માં બનેલી આ હોટલમાં હવામા ઉડી રહ્યા હોવ તેવું ફીલ થાય છે. અહીંયાથી મહાસાગર અને જંગલનો ખૂબસૂરત નઝારો જોવાની મજાજ કંઇક ઓર છે. અહીંયા થી ૧૦ મિનિટના અંતરે રમણીય બીચ છે. સનસેટ જોવાની મજા આવે છે. બાલ્કનીમાં બેઠા બેઠા ખાવાની મજા આવતી આ હોટલનું લોકેશન જુઓ તો એવું જ લાગે કે જાણે પ્લેન ફ્રેશ થઈ ગયું છે.
ડોગ બાર્ક પાર્ક ઈનઃ
અમેરિકાના કોટનવૂડ કોટ ઈડાહોમાં આવેલી આ હોટલ શ્વાનના આકારની અદભૂત હોટલ છે. આ હોટલને સ્વીટ વિલી નામ પણ અપાયું છે. વુડમાંથી બનેલી આ હોટલ પ મીટર લાંબી અને ૫ મીટર પહોળી છે. હોટલની અંદર બેડ ફર્નિચર વગેરે ડોગ થીમ પર જ તૈયાર કરવામાં આવ્યું છે. જે લોકોને ડોગ પસંદ છે. તેઓ આ હોટલમાં અચૂક જાય.
પોસાઈડન અંડર-સી રિસોર્ટઃ
ફિઝી આઈલેન્ડ પર આવેલ આ રિસોર્ટ સપ્ટેમ્બર ૨૦૦૮માં શરૂ થયો. જે ફિઝીના કટાફંગા આઈલેન્ડ પર આવેલો છે. આ રિસોર્ટમાં અંડર વોટર, રેસ્ટોરન્ટ, બાર, લાયબ્રેરી, કોન્ફરન્સ રૂમ, વેડિંગ હોલ, સ્પા અને લકઝરી સ્વીટની તમામ સુવિધા છે. જરા મનોમન વિચારો કે તમે નિરાંતે બેઠા હોવ કે બેડ પર પડ્‌યા હોય ને આસપાસ બધે જ પાણી સમુદ્ર-સમુદ્રી જીવો હોય! દુનિયાની આ પહેલી હોટલ છે. જે સાગરના પેટાળમાં બનેલી છે. સમુદ્રમાં થોડો સમય રહેવાની ઈચ્છા હોય તો તમારા માટે પરફેકટ છે.
માઉંટાના મેજીક લોજઃ
ચિલી ખાતે ઓકટોબર ૧૯૯૧માં ખુલેલી આ હોટલ પિરામિડ આકારની બનાવેલી છે. પર્વતીય આકાર પર ઉગેલા વૃક્ષો, છોડ, ગ્રીનરીમાંથી ઝરણાં પાણી પેટાગોનિયાની હિલ વિસ્તારમાં આવેલી આ હોટલમાં પહોંચવા માટે પુલની મદદ લેવી પડે છે. પાંચમાળ અને તેર રૂમોવાળી આ હોટલ વૂડ અને સ્ટોનથી બનેલી છે. દરેક રૂમોને પક્ષીપ્રજાતીના નામ અપાયા છે.