સાવરકુંડલાના દોલતી ગામે માનસિક બીમારીથી કંટાળી એક યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ અંગે જશુભાઈ નાથાભાઈ ખાચર (ઉ.વ. ૨૮)એ પોલીસને આપેલી માહિતી મુજબ, મૃતક ભાભલુભાઈ નાથાભાઈ ખાચર (ઉ.વ. ૩૩)ને સાતેક વર્ષ પહેલાં માનસિક બીમારી હતી. બાદમાં યોગ્ય સારવાર કરાવવા છતાં તેઓ સતત વિચારોમાં ખોવાયેલા રહેતા હતા. આ માનસિક સ્થિતિથી કંટાળી જઈ તેમણે પોતાની વાડીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.આ બનાવ અંગે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન. એસ. મુસાર વધુ તપાસ ચલાવી રહ્યા છે.








































