લાઠીમાં બાલકૃષ્ણ લાલજી તથા ગોવર્ધનનાથજી હવેલી ખાતે ૨૫મા રજત જયંતિ પાટોત્સવ અને ભવ્ય ‘બડા મનોરથ’નું આયોજન કરવામાં આવ્યું છે. સંવત ૨૦૮૨, શ્રાવણ વદ ૧૨, મંગળવાર, તા. ૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ યોજાનારા આ પાવન પ્રસંગને લઈને હવેલી પરિવાર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. પાટોત્સવ નિમિત્તે ઠાકોરજીના દર્શન, સેવા તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. સવારે ૭થી ૮ વાગ્યા સુધી મંગળા દર્શન યોજાશે, જ્યારે સવારે ૮ વાગ્યે વૈષ્ણવો માટે બ્રહ્મસંબંધ લેવાનો સમય રાખવામાં આવ્યો છે. સવારે ૯ વાગ્યે સંન્યાસ આશ્રમથી શોભાયાત્રા નીકળીને મેઇન રોડ થઈ બાલકૃષ્ણ લાલજી હવેલી ખાતે પહોંચશે.