ધારીમાં બેંક કર્મચારીનું બાઈક ચોરાતા ચકચાર મચી ગઈ હતી. આ અંગે દહીડા ગામે રહેતા ઉદયભાઈ ભીમભાઈ વાળાએ જાહેર કર્યા મુજબ, તેઓ બેંકમાં નોકરીએ આવ્યા ત્યારે બેંકની બહાર પાર્ક કર્યું હતું. ૨૦ હજારની કિંમતના બાઈકની કોઈ અજાણ્યો ચોર ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ જે વાળા વધુ તપાસ કરી રહ્યા છે.