બગસરાના ગૌચર વિસ્તારમાં દિવસે સિંહોએ બકરાનું મારણ કરતા માલધારી સમાજમાં ભયનો માહોલ ફેલાયો છે.માલધારીની હાજરીમાં જ સિંહોએ બકરાનો શિકાર કર્યો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા ૧૫ દિવસથી આ વિસ્તારમાં ૫ સિંહોનો સમૂહ સક્રિય છે અને આ સમૂહ અત્યાર સુધીમાં કુલ ૭ બકરાનો શિકાર કરી ચૂક્યો છે. ઘટનાથી સ્થાનિક માલધારીઓમાં ચિંતા વધી છે.