સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ મહિલા સંગઠન સમિતિની વાર્ષિક બેઠક અને અહેવાલ કાર્યક્રમનું પેથાપુર, ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજના આશીર્વાદ તથા પૂજ્ય મુક્તાનંદ બાપુના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં હોદ્દેદારોએ વર્ષ દરમિયાન કરેલી કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ પ્રસંગે પૂજ્ય મુક્તાનંદ બાપુ દ્વારા અમરેલી જિલ્લા પ્રમુખ હીનાબેન રાવલના નેતૃત્વમાં બગસરા તાલુકા પ્રમુખ વીણાબેન પ્રજાપતિને ઉમદા કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.