વડોદરા શહેરમાં દારૂની હેરાફેરી સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોર જીઆઇડીસી વિસ્તારમાં રાત્રિના સમયે દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે દારૂ ભરેલો આઈસર ટેમ્પો ઝડપી લઈ તેમાંથી વિદેશી દારૂની ૧૩૯ પેટી કબજે કરી છે. દારૂ સહિત કુલ રૂ.૨૫.૪૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.પોલીસને મળેલી બાતમીના આધારે પોર જીઆઇડીસી વિસ્તારમાં રાત્રિના સમયે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ રીતે દારૂની હેરાફેરી કરતા બે શખ્સો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે તેમની અટકાયત કરીને સાથે રહેલા આઈસર ટેમ્પોની તપાસ હાથ ધરી હતી. પોલીસે આઈસર ટેમ્પોની તપાસ કરતાં તેમાં વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન કુલ ૧૩૯ પેટી વિદેશી દારૂ કબજે કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂ.૭.૪૯ લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે.દારૂ ઉપરાંત પોલીસે હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલા આઈસર ટેમ્પો સહિતનો અન્ય મુદ્દામાલ પણ કબજે કર્યો છે. સમગ્ર કાર્યવાહીમાં કુલ રૂ.૨૫.૪૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ઝડપાયેલા બંને શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દારૂનો આ મોટો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેને વડોદરાના પોર જીઆઇડીસી વિસ્તારમાં કોણે પહોંચાડ્યો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી. ઉપરાંત દારૂનો જથ્થો ક્્યાં પહોંચાડવાનો હતો તેની પણ માહિતી મેળવવા માટે આરોપીઓની પૂછપરછ કરવામાં આવી આ કાર્યવાહી બાદ પોલીસ હવે સમગ્ર દારૂના કટિંગ નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. ઝડપાયેલા બંને શખ્સોની પૂછપરછના આધારે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય શખ્સોની ઓળખ અને તેમની ભૂમિકા અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે કટિંગ નેટવર્ક સાથે જાડાયેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ તેજ કરી છે.