ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત માય ભારત અમરેલી કચેરી, કે. કે. પારેખ કોમર્સ કોલેજ અમરેલી તથા એચ. ડી. સંઘવી મહિલા આટ્‌ર્સ એન્ડ કોમર્સ કોલેજ રાજુલાના સંયુક્ત ઉપક્રમે તા. ૨૭ ઓગસ્ટે ‘ખેલો ઈન્ડિયા (ખેલ કી બાત પીએમ નરેન્દ્ર મોદી કે સાથ)’ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે લાઈવ ઓનલાઈન સંવાદ યોજાયો હતો, જેમાં ૨૮૬ એનએસએસ વોલિએન્ટર્સ અને યુવાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જિલ્લા યુવા અધિકારી રાકેશ બિશનોઈએ ‘ખેલો ઈન્ડિયા’ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ઓફિસ આસિસ્ટન્ટ દ્વારા યુવાઓને નશામુક્તિના શપથ લેવડાવવામાં આવ્યા હતા. નેશનલ ગેમ્સના ગોલ્ડ મેડાલિસ્ટ નકુમ માર્ગી નિલેશભાઈ અને તવિયા ગુંજન અજયભાઈએ ઉપસ્થિત રહી યુવાઓને પ્રેરણા આપી હતી. પ્રોફેસર ડા. આશિષ ગોરવાડિયાના સ્વાગત પ્રવચન તથા રાહુલભાઈના સંચાલનમાં કાર્યક્રમ સફળ રહ્યો હતો.