ધારીના ગળધરા ખોડિયાર મંદિર નજીક નવ સિંહોનું મોટું ટોળું એકસાથે જોવા મળતા આ દૃશ્યો કેમેરામાં કેદ થયા હતા. સિંહોના આ ટોળાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સ્થાનિકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું. મંદિર નજીક એકસાથે નવ સિંહો જોવા મળતા લોકોમાં ચર્ચા જાગી હતી. સામાન્ય રીતે સિંહનું ટોળું ન હોય તેવી કહેવત પ્રચલિત છે, પરંતુ આ દૃશ્યોએ કહેવતને ખોટી સાબિત કરી હોય તેવું જોવા મળ્યું હતું.