બગસરાના લુંઘીયા ગામે વાડીના રસ્તામાં “કેમ મોટરસાઇકલ મૂકી છે?” તેમ કહીને એક યુવકને મૂઢ માર મારવામાં આવ્યો હતો, તેમજ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.બનાવ સંદર્ભે ઉમેશભાઈ વાલજીભાઈ પટોળિયા (ઉં.વ.૩૯)એ વિપુલભાઈ ધીરૂભાઈ પટોળિયા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ પોતાની વાડીએ પાણી વાળતા હતા ત્યારે આરોપી તેમની વાડીએ આવીને કહેવા લાગ્યો હતો કે, “વાડીના રસ્તામાં કેમ મોટરસાઇકલ મૂકી છે?” તેમ કહી જેમફાવે તેમ ગાળો આપવા લાગ્યો હતો. તેમણે ગાળો બોલવાની ના પાડતાં આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને હાથમાં રહેલા લોખંડના પાઈપ વડે કાન, કમર તેમજ પગની પિંડીના ભાગે ઘા મારી મૂઢ ઈજાઓ પહોંચાડી હતી. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.