અમરેલી જિલ્લામાં પોલીસે કુલ ચાર લોકો પાસેથી પીવાનો દેશી દારૂ જપ્ત કર્યો હતો. અમરેલીમાં ગુજકોમીલની સામે હીરાનગરમાંથી એક મહિલા ૫ લીટર દેશી દારૂ સાથે પકડાઈ હતી. ડુંગર બસ સ્ટેશન પાસેથી ૧ લીટર, જાફરાબાદના કેરાળા બસ સ્ટેશન પાસેથી ૪ લીટર તથા સાવરકુંડલાના નેસડી ગામેથી ૫ લીટર દેશી દારૂ મળ્યો હતો. બાબરાના નાની કુંડળ ગામે વાડી ખેતરના શેઢેથી દેશી દારૂ બનાવવાનો ૬૦ લીટર આથો ઝડપાયો હતો.









































