ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડા. નીરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન કરોડો રૂપિયાની ગ્રાન્ટના ઉપયોગને લઈને ઉઠેલા કથિત ગેરરીતિના આક્ષેપો વચ્ચે હવે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇએ આક્રમક વિરોધ નોંધાવ્યો છે.એનએસયુઆઇના કાર્યકર્તાઓએ ગુજરાત યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ જગદીશ જાશીની ઓફિસમાં જઈને પ્રતીકાત્મક રીતે નકલી નોટો વરસાવી વિરોધ કર્યો હતો અને ‘નીરજા ગુપ્તા હાય હાય’ના નારા લગાવ્યા હતા.એનએસયુઆઇએ પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે યુનિવર્સિટી તંત્રને ૭૨ કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. સંગઠનનું કહેવું છે કે જા આ સમયમર્યાદામાં ફરિયાદ નોંધવામાં નહીં આવે તો યુનિવર્સિટી ખાતે મોટાપાયે આંદોલન કરવામાં આવશે.પૂર્વ કુલપતિ સામે કથિત નાણાકીય ગેરરીતિના આક્ષેપોને લઈને એનએસયુઆઇના કાર્યકર્તાઓ ઈન્ચાર્જ કુલપતિ જગદીશ જાશીની ઓફિસમાં પહોંચ્યા હતા. અહીં કાર્યકર્તાઓએ પ્રતીકાત્મક રીતે નકલી નોટો વરસાવી હતી. વિરોધ દરમિયાન કાર્યકર્તાઓએ નીરજા ગુપ્તા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઘટનાથી યુનિવર્સિટી પરિસરમાં થોડા સમય માટે વિરોધનું વાતાવરણ સર્જાયું હતું.એનએસયુઆઇએ માંગ કરી છે કે પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે કથિત નાણાકીય ગેરરીતિના મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે. સંગઠને આ માટે યુનિવર્સિટી તંત્રને ૭૨ કલાકનો સમય આપ્યો છે. એનએસયુઆઇના જણાવ્યા મુજબ, જા ૭૨ કલાકમાં ફરિયાદ નોંધવામાં નહીં આવે તો ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી કોલેજામાં બંધનું એલાન કરવામાં આવી શકે છે. આ ઉપરાંત કુલપતિનું મોઢું કાળું કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં પીએમજેવીકે હેઠળ ગુજરાત યુનિવર્સિટીને મળેલી અંદાજે રૂ.૪૦ કરોડની ગ્રાન્ટ હોવાનું એનએસયુઆઇ અને કોંગ્રેસના નેતાઓનું કહેવું છે. આક્ષેપ મુજબ, પૂર્વ કુલપતિ ડા. નીરજા ગુપ્તાએ પોતાને જ આ પ્રોજેક્ટના પીઆઇ તરીકે નિયુક્ત કર્યા હતા. આ હોદ્દા માટે તેમને કુલપતિ તરીકે મળતા પગાર ઉપરાંત આશરે રૂ.૪.૨૦ લાખનું વધારાનું મહેનતાણું મળ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જાકે, આ તમામ આક્ષેપોની સત્તાવાર તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે.એનએસયુઆઇ અને કોંગ્રેસ તરફથી એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગ્રાન્ટની રકમ જે ખાતામાં જમા થઈ હતી, તેમાંથી આશરે રૂ.૯.૮૪ લાખ જર્મનીમાં રહેતા નીરજા ગુપ્તાના પુત્રના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ નાણાકીય વ્યવહાર અંગે પણ તપાસની માંગ કરવામાં આવી છે. આક્ષેપો સાચા છે કે નહીં અને રકમ કયા હેતુસર ટ્રાન્સફર થઈ હતી તે તપાસનો વિષય છે.વિરોધ કરનારાઓનો વધુ એક ગંભીર આક્ષેપ છે કે અંદાજે રૂ.૪૦ કરોડની ગ્રાન્ટમાંથી ૫૦ ટકાથી વધુ રકમના ઉપયોગનો હિસાબ હજુ સ્પષ્ટ થયો નથી. ગ્રાન્ટનો કેટલો હિસ્સો કયા પ્રોજેક્ટમાં વપરાયો, કોને ચૂકવણી કરવામાં આવી અને બાકીની રકમ ક્યાં છે તે અંગે પારદર્શક માહિતી જાહેર કરવાની માંગ પણ કરવામાં આવી રહી છે.પૂર્વ કુલપતિના કાર્યકાળ દરમિયાન કેટલાક વ્યÂક્તઓને યુજીસીના નિયમો વિરુદ્ધ મહત્વના પદો સોંપવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપ મુજબ, આશરે ૧૦ જેટલા વ્યÂક્તઓને ડિરેક્ટર સહિતના મહત્વના હોદ્દા આપવામાં આવ્યા હતા અને કેટલાક કર્મચારીઓને કુલપતિના પગાર કરતાં પણ વધુ વેતન ચૂકવાયું હતું. આ મુદ્દે વિવાદ ઊભો થયા બાદ આ ૧૦ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. સમગ્ર મામલાની તપાસ માટે એક કમિટીને જવાબદારી સોંપવામાં આવી છે.કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ગોહિલે પણ સમગ્ર મામલે જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે જા પૂર્વ કુલપતિને પીઆઇ તરીકે નિયુક્ત કરવાની મંજૂરી સિન્ડિકેટ સભ્યોએ આપી હોય તો આ નિર્ણયમાં સામેલ સિન્ડિકેટ સભ્યોની ભૂમિકા અંગે પણ તપાસ થવી જાઈએ. તેમણે સિÂન્ડકેટ સભ્યો સામે પણ જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે અને સમગ્ર મામલામાં જવાબદારી નક્કી કરવા પર ભાર મુક્યો છે.એનએસયુઆઇ અને કોંગ્રેસે હવે આ મુદ્દે આંદોલન વધુ ઉગ્ર બનાવવાના સંકેત આપ્યા છે. સંગઠનનું કહેવું છે કે દિલ્હી ખાતેના જંતર-મંતર જેવા આંદોલનની તર્જ પર ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આંદોલન માટે ગુજરાત યુનિવર્સિટીમાં અગાઉ અભ્યાસ કરી ચૂકેલા અને વિવિધ ક્ષેત્રોમાં હોદ્દા ધરાવતા લોકોને પણ જાડવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.નીરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન ગ્રાન્ટના ઉપયોગ, નિમણૂકો, વધારાના મહેનતાણા અને નાણાકીય વ્યવહારોને લઈને કરવામાં આવેલા આક્ષેપો હાલમાં તપાસનો વિષય છે. બીજી તરફ, યુનિવર્સિટી દ્વારા તપાસ કમિટીને સમગ્ર મામલો સોંપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. હવે તપાસમાં ગ્રાન્ટના નાણાંનો વાસ્તવિક ઉપયોગ,વિવિધ ચુકવણીઓ, નિમણૂકો અને કથિત નાણાકીય વ્યવહારો અંગે શું હકીકત સામે આવે છે તેના પર સૌની નજર છે.









































