ભાવનગરના ઉખલા ગામના વાડી વિસ્તારમાં મોડી રાત્રે એક ગંભીર ઘટના બની હતી. જેમાં ઉખલા ગામના વાડી વિસ્તારમાં જુગાર રમતા સમયે ભાગોની બૂમથી દોડેલા ૪ યુવક કૂવામાં પડ્યા હતા. જેમાં ૩ લોકોના કૂવામાં પડી જતા મોત થયા છે. ઘટના અંગે મળતી માહિતી અંગેની પ્રાથમિક માહિતી મળી મુજબ ઉખલા ગામના વાડી વિસ્તારમાં ૧૧ લોકો જુગાર રમી રહ્યા હતા. આ દરમિયાન ભાગોની બૂમ પડતા જ દોડેલા ૪ યુવક કૂવામાં પડ્યા હતા અને જેમાં ૩ના થયા મોત થયા છે.
રાહુલ પોપટભાઈ ચૌહાણ, નિલેશ ડાભી બને અજીતસિંહ નામના વ્યક્તિના મોત નિપજ્યા છે. બનાવના પગલે મોટી સંખ્યામાં મૃતકના પરિવારજનો સરકારી હોસ્પીટલ પહોંચ્યા છે. જાકે આ ઘટનામાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને વરતેજ પોલીસ રેડ બાબતે ઇન્કાર કરી રહ્યા છે. જ્યારે પરિવારજનો કરી રહ્યા છે કે પોલીસની રેડ હતી તે સમય આ ઘટના બની તેવું જણાવા મળી રહ્યું છે.
વરતેજ પોલીસ સ્ટેશનના ડુંગરાળ વાડી વિસ્તારમાં મહાવીરસિંહની વાડીમાં આશરે અઢી વાગ્યાના અરસામાં ૧૧ જેટલા લોકો જુગાર રમી રહ્યા હતા અચાનક મોટો અવાજ થતાં મહાવીરસિંહએ “કોણ હોઈ શકે?” બોલતા નાસભાગ થઈ હતી અને જુદા જુદા રસ્તે દોડવા લાગ્યા હતા, જ્યાં ૪ લોકો વાડીમાં આવેલ કૂવામાં પડી જતા ૩ લોકોના મૃત્યુ થયા હતા. ૩ મૃતકોમાં અજીતસિંહ, રાહુલભાઈ અને નીલેશભાઈનું મૃત્યુ થયું છે જ્યારે ઈજાગ્રસ્ત અંગે વાત કરીએ તો આ દોડાદોડમાં ૪ લોકો કુવામાં પડી ગયા હતા, જ્યારે ચોથા વ્યક્તિ કેવલભાઈ રમેશભાઈ સોલંકી (ભાવનગરના રહેવાસી) જીવિત છે અને પોલીસે તેમની પૂછપરછ હાથ ધરી છે.
પોલીસે તમામ ૩ મૃતકોના શબ કબજે કરી ઇન્કવેસ્ટ ભરવાની અને ઊંડાણપૂર્વક તપાસ કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. પોલીસ રેડ અંગે સ્પષ્ટતા કરતા અધિકારીએ જણાવ્યું છે કે હાલમાં કોઈ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો કે નોંધ નોંધાઈ નથી, પરંતુ ભાગનાર ઇસમો કોણ હતા તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. પરિવારજનોનો આક્ષેપ છે પોલીસની રેડ હતી જેને લઈને નાસભાગ થવા પામી હતી અને જા પોલીસ ન હતી તો તે શખ્સો કોણ હતા જેને લઈને નાસભાગ થઈ હતી? જ્યાં સુધી આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી પરિવારજન પોતાના સ્વજનોની ડેડ બોડી સ્વીકારશે નહીં.







































