૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે લીલીયા પોસ્ટ ઓફિસ ખાતે ધ્વજવંદન તથા
વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વરિષ્ઠ નાગરિક જયપ્રકાશભાઈ માઢકના હસ્તે ધ્વજવંદન કરાયા બાદ, તેમણે સબ પોસ્ટ માસ્તર ગૌરાંગભાઈ ચૌહાણ અને પંકજભાઈ ધંધુકિયા સાથે મળીને વૃક્ષારોપણ કર્યું હતું. ઉપસ્થિત અતિથિઓએ શહીદો તથા સ્વાતંત્ર્ય સેનાનીઓને બિરદાવ્યા હતા, જ્યારે ગૌરાંગભાઈએ સૌને રાષ્ટ્ર ઉત્થાન માટે સારો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં એમ.ટી.એસ. કિરીટભાઈ દવે, પોસ્ટમેન કનકસિંહ બારૈયા સહિત તમામ ગ્રામીણ ડાક સેવક સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આ શુભ પ્રસંગે સબ પોસ્ટ માસ્તરે સૌ હાજરજનોને મીઠાઈ વહેંચીને સ્વાતંત્ર્ય દિવસની ખુશી વ્યક્ત કરી હતી.







































