કોઈ વ્યક્તિઃ
સતત overthinking કરે છે,
પોતાની જાતને વારંવાર judge કરે છે,
પોતાની જરૂરિયાતોને મહત્વ આપતી નથી,
લાગણીઓને દબાવી રાખે છે,
પ્રેમ, દુઃખ, અપમાન કે betrayal જેવી લાગણીઓ અંદર જ રાખે છે,
સંબંધોમાં તણાવ અનુભવે છે,
અથવા સતત “મારે કીષ્ઠં બનવું છે” એવો દબાણ રાખે છે,
તો તેની માનસિક સ્થિતિ ઊંઘ, ભૂખ અને ખાવાની આદતોને અસર કરી શકે છે.
તેથી માત્ર “શું ખાધું?” નહીં, પરંતુ “શા માટે ખાધું?” એ પ્રશ્ન પણ મહત્વનો છે.
Emotional Eating – ભૂખ પેટની કે મનની?
ક્યારેક વ્યક્તિને સાચી ભૂખ ન હોય છતાં stress,sadness, loneliness અથવા emotional pressureદરમિયાન ખાવાની ઇચ્છા થાય છે.
મીઠી વસ્તુઓ, comfrot food અથવા વારંવાર snacking તરફ ખેંચાણ થઈ શકે છે.
એટલે ક્યારેક વજન ઘટાડવાની શરૂઆત “ખાવાનું ઓછું કરવાથી” નહીં પરંતુ “પોતાની લાગણીઓને સમજવાથી” થાય છે.
તમારી જાતને પણ મહત્વ આપો
સ્વસ્થ વજન ઘટાડવામાં માત્ર diet chart નહીં, પરંતુ lifestyle પણ મહત્વપૂર્ણ છે.
પૂરતી અને નિયમિત ઊંઘ
નિયમિત શારીરિક પ્રવૃત્તિ
ધ્યાન અને meditation
સતત overthinking ઘટાડવું
પોતાની જાતને judge કરવાનું ઓછું કરવું
ભાવનાઓને સ્વસ્થ રીતે વ્યક્ત કરવી
સંતુલિત ખોરાક
અતિશય fastingથી બચવું
લાંબા ગાળે જાળવી શકાય તેવી ઙ્ઘૈં પસંદ કરવી
ડાયટમાં ક્યારેક planned trea રાખવાથી પણ વ્યક્તિને લાંબા ગાળે diet જાળવવામાં મદદ મળી શકે છે પરંતુ તેનુ uncontrolled overeatingનું કારણ ન બનવા દેવું.
એક દિવસનો Cheat Day કે જીવનભરની Healthy Routi?
વજન ઘટાડવા માટે એવી ડાયટ પસંદ કરવી વધુ યોગ્ય છે જે તમે મહિનાઓ અને વર્ષો સુધી જાળવી શકો.
અતિશય restrictionથી ઝડપથી વજન ઘટી શકે છે, પરંતુ જો તે જીવનશૈલીમાં ટકી ન શકે તો ફરી વજન વધવાની શક્યતા રહે છે.
વજન ઘટાડવાનો સાચો પ્રશ્નઃ
“હું કેટલું ઓછું ખાઈ શકું?” નહીં,
પરંતુ “હું કઈ સ્વસ્થ આદતો જીવનભર જાળવી શકું?”
તો શું crotisol s root cause છે?
દરેક વ્યક્તિ માટે નહીં.
કોર્ટિસોલ શરીરના stress responseનો મહત્વપૂર્ણ ભાગ છે, પરંતુ વજન ન ઘટવાનું એકમાત્ર કારણ માનવું યોગ્ય નથી. જો સાથે ચહેરો ગોળ થવો, શરીરના ઉપરના ભાગમાં ચરબી વધવી, ત્વચામાં વિશિષ્ટ ફેરફારો, અતિશય નબળાઈ, ચક્કર, માસિકમાં ફેરફાર અથવા અન્ય હોર્મોનલ લક્ષણો હોય તો યોગ્ય તબીબી મૂલ્યાંકન જરૂરી છે.
સાચો અભિગમ એ છે કે માત્ર વજનને નહીં, પરંતુ આખા વ્યક્તિને સમજવામાં આવે.
“વજન એ માત્ર એક નંબર છે; શરીર અને મન દ્વારા આપવામાં આવતા સંકેતો એ સાચી કહાની છે.”
નોંધઃ ઉપરોક્ત માહિતી સામાન્ય આરોગ્ય જાગૃતિ માટે છે. કોર્ટિસોલ અથવા કોઈપણ હોર્મોનલ સમસ્યાનું નિદાન માત્ર લક્ષણોના આધારે ન કરવું. જરૂરી હોય ત્યારે યોગ્ય તબીબી તપાસ અને નિષ્ણાતની સલાહ લેવી.
sanjogpurti@gmail.com











































