અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITI, અમરેલીના સંયુક્ત ઉપક્રમે અનુબંધમ પોર્ટલના માધ્યમથી રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરતીમેળો આજરોજ સવારે ૧૧ વાગ્યે (ITI) અમરેલી ખાતે યોજાશે. મેળામાં AWIGN ENTERPRISES દ્વારા સ્માર્ટ મીટર ટેક્નિશિયનની જગ્યાઓ માટે ૧૮થી ૪૫ વર્ષના ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.
વાયરમેન અને ઇલેક્ટ્રિશિયન ITI લાયકાત ધરાવતા ઉમેદવારોને ફ્રેશર માટે રૂ.૨૨ હજાર અને અનુભવી ઉમેદવારોને રૂ.૨૫ હજાર સુધીનો પગાર મળશે.આ ઉપરાંત ITM EDUTECH દ્વારા સેલ્સ એક્ઝિક્યુટિવ અને રિલેશનશીપ મેનેજર તથા છન્્છ છેં્ર્ં ન્ૈંદ્ગદ્ભ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી કરાશે.
રસ ધરાવતા ઉમેદવારોએ મૂળ પ્રમાણપત્રો, આધારકાર્ડ અને બાયોડેટા સાથે હાજર રહેવાનું રહેશે.ભરતીમાં ભાગ લેતા પહેલાં અનુબંધમ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત છે. વધુ માહિતી માટે ૦૨૭૯૨-૨૨૩૩૯૪ પર સંપર્ક કરી શકાશે.








































