ભાજપ પ્રમુખ નીતિન નવીનની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ નવી ટીમમાં રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેને રાષ્ટÙીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વધુમાં રામ માધવને પણ ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ બે સહિત કુલ ૧૩ નેતાઓને આ ભૂમિકા સોંપવામાં આવી છે. ભાજપ પ્રમુખ નીતિન નવીનની નવી ટીમની લાંબા સમયથી રાહ જાવાઈ રહી હતી.નવી રાષ્ટ્રીય ટીમમાં પાર્ટીએ રાજકીય વર્તુળોમાં લાંબા સમયથી ચર્ચાનો વિષય બનેલા અનેક નેતાઓને મુખ્ય જવાબદારીઓ સોંપી છે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ ભાજપ સંગઠનમાં સ્થાન મળ્યું છે, તેમને રાષ્ટÙીય મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતને પણ ભાજપ ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને ઓડિશાના બૈજયંત જય પાંડાને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાતમાંથી પણ ૪ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાંથી જગદીશ પટેલ અને વર્ષાબેન દોશીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. વર્ષાબેન દોશીને રાષ્ટÙીય ઉપાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે, તો જગદીશ પટેલ અને રોહન ગુપ્તાને રાષ્ટ્રીય મંત્રીની જવાબદારી મળી છે. તો હેમાંગ જાશીને યુવા મોરચાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.આ જાહેરાતમાં ઉત્તર પ્રદેશના ઘણા નેતાઓનો સમાવેશ કરાયો છે, જ્યાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ઉત્તર પ્રદેશમાંથી કુલ ૮ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપ પ્રમુખ નીતિન નવીને એકસ પરની એક પોસ્ટમાં ભારતીય જનતા પાર્ટીની રાષ્ટÙીય ટીમના તમામ નવનિયુક્ત પદાધિકારીઓને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી છે.