અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચૅરિટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે આવેલી યુ. બી. ભગત સાયન્સ મહિલા કોલેજનું શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬નું B.Sc.(MB) સેમ.-૬નું યુનિવર્સિટી પરિણામ ૯૭% આવ્યું છે. આ પરિણામમાં કોલેજના તમામ સફળ વિદ્યાર્થીઓએ ૧૦૦% ડિસ્ટિંક્શન પ્રાપ્ત કરીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. કોલેજના પરિણામમાં કુનાટીયા જાન્વી જે. ૮૮.૩૬% મેળવીને કોલેજ ફર્સ્ટ, વઘાસીયા દ્રષ્ટિ વાય. ૮૫.૦૯% સાથે કોલેજ સેકન્ડ અને જોષી મહેક સી. ૮૪.૩૬% મેળવીને કોલેજમાં થર્ડ સ્થાને રહ્યા છે. આ ઝળહળતી સફળતા બદલ સંસ્થા, ટ્રસ્ટ અને કોલેજ પરિવાર તરફથી તમામ સ્ટાફ, સ્ટુડન્ટ્સ અને રેન્કર્સને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.






































