રાજકોટમાં વધુ એક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. આરોપી અરમાન અયુબ શેખ અને મિત્ર અફઝલ રફિક શેખ વિરુદ્ધ સગીરા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં ફરિયાદ નોંધાઈ છે.અફઝલ નામના આરોપીએ સગીરાને કારમાં સાથે લઈ જવામાં મદદ કરી હતી અને ત્યાર બાદ બન્નેને સગીરાને અમદાવાદની હોટલમાં લાવીને સગીરા સાથે કુકર્મ આચર્યુ હતું. બી ડિવિઝન પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી બંને આરોપીની ધરપકડ કરી છે.ઉલ્લેખનીય છે કે અમદાવાદના વેજલપુરમાં પણ વિધર્મીઓએ આવું કુકર્મ કર્યું હતું. સગીરાને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપીને અનેકવાર દુષ્કર્મ આચરવા અને અંગત ફોટા-વીડિયો પાડીને બ્લેકમેલ કરવાના ગુનામાં વેજલપુર પોલીસે ૨૫ વર્ષીય યુવકની ધરપકડ કરીહતી.તપાસમાં એવું પણ સામે આવ્યું કે વિધર્મી પ્રેમીએ સગીરાને તેના મિત્ર સાથે સંબંધ બાંધવાનું દબાણ કર્યું હતું. એટલું જ નહીં પરંતુ દુષ્કર્મ કરીને તેના ન્યૂડ વીડિયો પણ બનાવી લીધા હતા અને તેને આધારે બ્લેકમેલ કરીને મનનું ધાર્યું કરતો હતો.આરોપીએ સગીરાનો પોર્ન વીડિયો સાઈટ પર મુક્યો હતો જે પછી આખી ઘટના સામે આવી હતી. વેજલપુર પોલીસે દુષ્કર્મ અને પોસ્કો હેઠળ ગુનો નોંધીને આરોપી જુનેદ શેખની ધરપકડ કરી છે. આરોપીએ વીડિયો ક્્યાં અને કેવી રીતે અપલોડ કર્યો તે અંગે પોલીસ તપાસની ચાલુ છે.









































