૧૫મી ઓગસ્ટ ૨૦૨૬ના રોજ રામપર ગામમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી અને દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામના સરપંચ બાબુભાઈ અમદાવાદી દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવી હતી. આ ઉજવણીમાં ગામના આગેવાનો, વાલીગણ, શાળાનો સ્ટાફ અને દાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શાળાના બાળકોએ અલગ-અલગ કૃતિઓ રજૂ કરીને ઉપસ્થિત લોકોને દેશપ્રેમની ભાવનાથી ભાવવિભોર કર્યા હતા.










































