સાવરકુંડલાની એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલ અને એ.કે. ઘેલાણી હાયર સેકન્ડરી સ્કૂલની વિદ્યાર્થીનીઓ સુસરા ઉર્વશી, નાગપરા પાયલ, સિધ્ધપુરા વિધિ, સાગઠીયા શ્રેયા અને બારૈયા ધ્રુવીશાએ જિલ્લા કક્ષાએ ક્રિકેટ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને રાજ્ય કક્ષાની ટીમમાં સ્થાન મેળવ્યું છે. આ ઐતિહાસિક સિધ્ધિ બદલ શાળા ખાતે પસંદગી પામેલી વિદ્યાર્થીનીઓ માટે એક અભિનંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિદ્યાર્થીનીઓની આ સફળતા પાછળ રમતગમત શિક્ષિકા દેવીબેન રાઠોડનું સતત માર્ગદર્શન અને સખત તાલીમ મહત્વપૂર્ણ રહ્યાં છે. આ પ્રસંગે શાળાના આચાર્ય ઉષાબેન તેરૈયા, સમગ્ર શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ વિજેતા ખેલાડીઓનું સન્માન કરી તેમને રાજ્ય કક્ષાએ પણ ઉત્કૃષ્ટ સફળતા મેળવવા માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.








































