પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા ટ્રેન નંબર ૨૬૯૦૨/૨૬૯૦૧ વેરાવળ-સાબરમતી-વેરાવળ ‘વંદે ભારત એક્સપ્રેસ’ના માર્ગ પરિવર્તનના શુભારંભ પ્રસંગે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રેનના નવા રૂટનો પ્રારંભ ચિતલ રેલવે સ્ટેશન ખાતેથી કરાવવામાં આવશે.આ સમારંભમાં ગુજરાત સરકારના કાનૂન, ન્યાયપાલિકા, ઊર્જા, પેટ્રોકેમિકલ્સ, વિધાયી અને સંસદીય કાર્ય મંત્રી તથા અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા તેમજ અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા ઉપસ્થિત રહેશે. તેઓ ટ્રેનને લીલી ઝંડી બતાવીને નવા માર્ગ માટે રવાના કરશે.આ કાર્યક્રમ સોમવાર, ૧૭ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સવારે ૦૯ઃ૪૩ કલાકે ચિતલ રેલવે સ્ટેશન પર યોજાશે. પશ્ચિમ રેલવે દ્વારા આ શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહેવા માટે સૌને સાદર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ નવા રૂટથી અમરેલી અને આસપાસના વિસ્તારના મુસાફરોને વધુ સુવિધા પ્રાપ્ત થશે.