બાબરાના લુણકી ગામે માથાના ભાગે કોશના આડેધડ ઘા મારી મોત નિપજાવવામાં આવ્યું હતું. આ અંગે ‘ઓમ ટ્રેડિંગ બાયો ફ્યુઅલ’ના સુપરવાઈઝર મોહિતભાઈ ચતુરભાઈ કથીરીયા (ઉં.વ. ૧૯)એ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના ગરહી તાલુકાના ઓડર ગામના મુકેશભાઈ છગનલાલ રાણા સામે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, આરોપી અને મરણજનાર મધ્યપ્રદેશના વતની છે અને બાબરા મુકામે ભાવનગર-રાજકોટ હાઈવે પર આવેલી ‘ઓમ ટ્રેડિંગ બાયો ફ્યુઅલ’ ફેક્ટરી/કારખાનામાં સાથે કામ કરતા હતા. તા. ૧૨/૦૮/૨૦૨૬ના રોજ રાત્રીના આઠેક વાગ્યે બંને વચ્ચે રસોઈ બનાવવા બાબતે માથાકૂટ થઈ હતી. જેમાં મરણજનારે આરોપીને ગાળો આપી હતી. અગાઉ પણ મરણજનારે આરોપીને ઘણી વખત ગાળો આપીને માથાકૂટ કરી હોય, તે બાબતનું મનદુઃખ રાખીને આરોપીએ તેને જાનથી મારી નાખવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ આરોપીએ મરણજનારના માથાના ભાગે કોશના આડેધડ ઘા મારીને તેનું મોત નિપજાવ્યું હતું.બાબરા પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.આર. પરમાર આ કેસ અંગે વધુ તપાસ ચલાવી રહ્યા છે.