વંડા સ્થિત પી.પી.એસ. હાઈસ્કૂલમાં શિક્ષક પ્રહલાદભાઈ ચૌહાણના આયોજનથી ‘સમૂહ ભોજન પ્રસાદ’ કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓ ઘરેથી વિવિધ વાનગીઓ બનાવી લાવ્યા હતા. સૌએ સાથે મળીને ભોજન કરી શિક્ષકોને પણ પ્રેમપૂર્વક જમાડ્યા હતા. કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં સમૂહભાવના અને ભાવાત્મક એકતા કેળવવાનો હતો. આ પ્રસંગે સહભોજન દ્વારા એકતા, પ્રેમ અને વહેંચણીનો સુંદર સંદેશ સમાજને આપવામાં આવ્યો હતો. દીપકભાઈ ઝાડફિયાની યાદીમાં આ માહિતી જણાવાઈ હતી.










































