અમરેલી ચિતલ રોડ સેન્ટર પોઈન્ટ પાસેથી કતલખાને ધકેલાતી ૧૨ ભેંસોને બચાવાઈ હતી.
ચિતલ જીન પ્લોટમાં રહેતો ફિરોજભાઈ યુસુફખાન પઠાણ (ઉં.વ.૪૦) પોતાના હવાલાવાળા ટ્રકમાં અત્યંત ટૂંકી દોરીથી, ખીચોખીચ અને હલનચલન ન કરી શકે તે રીતે અત્યંત ક્રૂરતાપૂર્વક બાંધીને કતલ કરવાના ઈરાદે ૧૨ ભેંસ લઈ જતાં ઝડપાયો હતો. આ ભેંસો તેને અલ્ફેઝભાઈ મહેબૂબભાઈ કાલવાએ પોતાના તબેલામાંથી ભરી આપી હતી.અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ આર. એન. માલકિયા વધુ તપાસ કરી રહ્યા છે.





























