બાબરા તાલુકાના કલોરાણા ગામે એક સગીરાએ ઝેરી પાવડર પી લેતાં ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, સગીરા કોઈ યુવક સાથે ફોન પર વાત કરી હતી. વાતચીત દરમિયાન બંને વચ્ચે કોઈ કારણોસર મનદુઃખ અને અણબનાવ થયો હતો. આ દરમિયાન યુવકે દવા પી જવાનું કહેતા, સગીરાને લાગી આવ્યું હતું અને તેણે આવેશમાં આવીને પોતાના ઘરે ઘઉંમાં નાખવાનો ઝેરી પાવડર ગટગટાવી લીધો હતો. બનાવની જાણ થતાં જ પરિવારજનો દ્વારા સગીરાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જાણ બાબરા પોલીસને કરવામાં આવતા બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે સી સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.






































