સાવરકુંડલા ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન કાપડિયા, અતુલભાઈ તેમજ ભાજપના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, સ્વચ્છતાના આ કાર્યક્રમમાં સાવરકુંડલા ડેપોના તમામ કર્મચારીઓ તેમજ વિવિધ સંગઠનોના આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.








































