સાવરકુંડલાની કે.કે. હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો ૭૦મો અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ ઉત્સાહભેર યોજાયો હતો. અન્ડર-૧૪, ૧૭ અને ૧૯ વયજૂથના વિદ્યાર્થીઓએ વોલીબોલ, ખો-ખો, કબડ્ડી અને એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. વિજેતા ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.