સ્પોટ્ર્સ ઓથોરિટી ઓફ ગુજરાતના માર્ગદર્શન હેઠળ એસ.જી.એફ.આઈ. અંતર્ગત આયોજિત તાલુકા કક્ષાની U-૧૪ કબડ્ડી સ્પર્ધામાં સોમનાથ સાયન્સ એકેડેમી, કોડીનાર સંચાલિત જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સિલન્સના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ રમત કૌશલ્ય અને ટીમભાવના સાથે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે. આ શ્રેષ્ઠ સિધ્ધિના પરિણામે શાળાના પાંચ ખેલાડીઓની જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા માટે પસંદગી થઈ છે, જે શાળાની ગુણવત્તાસભર તાલીમ દર્શાવે છે.આ તકે સંસ્થાના પ્રમુખશ્રી કરસનભાઈ સોલંકી, કેમ્પસ ડાયરેક્ટર શ્રી કુણાલભાઈ સોલંકી, સ્પોટ્ર્સ ડાયરેક્ટર સંજયભાઈ સોલંકી,આચાર્યશ્રી જગમાલભાઈ નંદાણીયા તથા શાળા પરિવારે તમામ વિજેતા ખેલાડીઓ અને કોચને અભિનંદન પાઠવી આગામી સ્પર્ધા માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.







































