સાવરકુંડલાની વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં કથા સમ્રાટ મુનશી પ્રેમચંદજીની જયંતી નિમિત્તે વિવિધ સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૧
આભાર – નિહારીકા રવિયા વિદ્યાર્થીનીઓએ પ્રેમચંદજીના સાહિત્યમાં નારી ચેતના, ગ્રામીણ જીવન, ખેડૂતોની વેદના અને સામાજિક સુધારણા જેવા વિષયો પર વક્તવ્ય રજૂ કર્યું હતું. પ્રેમચંદજીની વાર્તાઓ અને પાત્રોને જીવંત કરતી આ સ્પર્ધામાં ૧૪ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમઃ આંબલીયા જ્યોત્સના અને દેવમુરારી હિરલ, દ્વિતીય ક્રમઃ સમા મુસ્કાન અને પઠાણ માહેનૂર અને તૃતીય ક્રમઃ મકવાણા દિપાલીએ મેળવ્યો હતો.T.Y.B.A. હિન્દી વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા નૃત્યગીત રજૂ કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્યએ જણાવ્યું કે, ‘મુનશી પ્રેમચંદજીની નવલકથાઓ અને વાર્તાઓમાં સામાજિક દૂષણોનું વાસ્તવિક ચિત્રણ જોવા મળે છે, જે આજે પણ એટલું જ પ્રાસંગિક છે.








































