રાજુલાના પર્યાવરણપ્રેમી વિપુલ લહેરી છેલ્લા ૩૦ વર્ષથી વન્યજીવ અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી રહ્યા છે. દરિયાઈ કાચબા,પ્રકૃતિના સફાઈ કામદાર ગણાતા ગીધ, વિદેશથી આવતા યાયાવર પક્ષીઓ તેમજ એશિયાટિક સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે તેમની કામગીરી પ્રશંસનીય રહી છે. આ કામગીરીને કેન્દ્રમાં રાખીને ઓલ ઈન્ડિયા રેડિયો પ્રસાર ભારતી આકાશવાણી રાજકોટના ‘ગામનો ચોરો’ કાર્યક્રમમાં તેમની વિશેષ મુલાકાત પ્રસારિત થશે. આ સંવાદમાં નિર્માણ સહાયક કાનનબેન છાયા અને વિરલભાઈ રાવલ જોડાશે, જ્યારે કાર્યક્રમનું નિર્માણ અટલબહેન શર્માએ કર્યું છે. આ કાર્યક્રમનું પ્રસારણ રવિવાર, ૨ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સાંજે ૭ઃ૨૦ વાગ્યે આકાશવાણી રાજકોટ પરથી કરવામાં આવશે.









































