જુનાગઢ જિલ્લાના માંગરોળમાં સરકારી અનાજના ગેરકાયદેસર સંગ્રહનો વધુ એક મામલો સામે આવ્યો છે. કામનાથ રોડ વિસ્તારમાં આવેલી એક વાડીમાં મોટી માત્રામાં સરકારી અનાજનો જથ્થો હોવાની માહિતી મળતા પોલીસે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી.બાતમીના આધારે માંગરોળ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતાં સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સમગ્ર અનાજ પોતાના કબજામાં લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં અનાજનો જથ્થો ક્્યાંથી લાવવામાં આવ્યો અને કોના મારફતે અહીં પહોંચ્યો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને પુરાવા એકત્ર કરી રહી છે.
પોલીસ હવે આ ગેરકાયદે સંગ્રહ પાછળ સંડોવાયેલા લોકોની ભૂમિકા તપાસી રહી છે. સરકારી અનાજની હેરાફેરી સાથે કોઈ સંગઠિત નેટવર્ક જાડાયેલું છે કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ વધી રહી છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસમાં સરકારી અનાજ ઝડપાવાની આ બીજી ઘટના છે. સતત સામે આવી રહેલા આવા બનાવોને કારણે જાહેર વિતરણ પ્રણાલીમાં ગેરરીતિ થતી હોવાની ચર્ચાએ ફરી જાર પકડ્યું છે.વારંવાર સરકારી અનાજ ઝડપાવાની ઘટનાઓ બાદ અનાજના સંગ્રહ, પરિવહન અને વિતરણ પ્રક્રિયા સામે અનેક સવાલો ઊભા થયા છે. સમગ્ર મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી રહી છે. હાલ પોલીસે સરકારી અનાજનો જથ્થો જપ્ત કરીને આગળની તપાસ શરૂ કરી છે. તપાસ પૂર્ણ થયા બાદ અનાજનો †ોત, સંડોવાયેલા લોકો અને ગેરરીતિના સમગ્ર કૌભાંડ અંગે વધુ વિગતો સામે આવે તેવી શક્્યતા છે.