અમરેલી જિલ્લામાં ૫ મહિલા સહિત ૧૦ લોકો પાસેથી પીવાનો દેશી દારૂ પકડાયો હતો. આ લોકો પાસેથી કુલ ૭૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. અમરેલીના વાંકીયા ગામે વાડી-ખેતરના શેઢે આવેલા પાકા મકાનમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ હતી. જેમાંથી દેશી દારૂ બનાવવાનો ૪૫૦ લીટર આથો, ૩૫ લીટર પીવાનો દેશી દારૂ અને ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.૨૧,૩૬૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જિલ્લામાં વિવિધ સ્થળેથી ૩૩ ઈસમો કેફી પીણું પીને ફરતા મળી આવ્યા હતા.વિવિધ સ્થળેથી ૩૩ ઈસમો કેફી પીણું પીને ફરતા મળી આવ્યા