જાફરાબાદમાં ફોર-વ્હીલ અડી જતાં બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી.રાજેશભાઈ ચંદુભાઈ શિયાળ (ઉં.વ. ૩૮)એ ફોર-વ્હીલના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ ચાર દિવસ પહેલાં રાત્રે આશરે નવ વાગ્યે વાંઢ ગામના પાટિયા પાસે આવેલી પોતાની હોટેલ પરથી મહિન્દ્રા પિકઅપ બોલેરો લઈને નીકળ્યા હતા.તે સમયે મીતિયાળા ગામે ૬૬ કે.વી. પાસે પહોંચતાં સામેથી એક ફોર-વ્હીલ અચાનક આવી હતી.આથી તેમણે પોતાની ગાડી સાઈડમાં લઈને ફોર-વ્હીલના ચાલકને સાઈડ આપી હતી, પરંતુ ફોર-વ્હીલના ચાલકે પોતાની ગાડી પાછી વાળીને તેમની ગાડી આગળ ઊભી રાખી હતી. જેના કારણે તેમની ફોર-વ્હીલ થોડી અડી જતાં, તેમણે રાજેશભાઈ સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી હતી તેમજ ત્રણ-ચાર ઝાપટો મારી હતી.આ અંગે જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. જે. એમ. ચુડાસમા વધુ તપાસ ચલાવી રહ્યા છે.