શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ટુ-વ્હીલર પર જઈ રહેલા સગીર ભાઈ-બહેનનું કરૂણ મોત થયું છે. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે અત્યંત ચોંકાવનારા છે. સાબરમતી રિવરફ્રન્ટ પર સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા કાવ્ય મહેતા (ઉંમર ૧૭ વર્ષ) અને જૈના મહેતા (ઉંમર ૧૪ વર્ષ)નું મોત નીપજ્યું છે.મળતી માહિતી મુજબ, પાલડી વિસ્તારમાં રહેતા કાવ્ય મહેતા અને તેમની બહેન જૈના મહેતા પોતાના ટુ-વ્હીલર પર સવાર થઈને ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન રિવરફ્રન્ટ પર અચાનક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યું હતું, જેના કારણે વાહન બેકાબૂ બનીને રોડ પરના લાઈટના થાંભલા સાથે જારદાર ધડાકાભેર અથડાયું હતું.એમ ડિવિઝન પોલીસના જણાવ્યા અનુસાર, બન્ને ભાઇ-બહેન નવરંગપુરા ઓફિસથી ઘરે જઇ રહ્યા હતા, તે સમયે સામબરમીત રિવરફ્રેન્ટ પોલીસ સ્ટેશનથી આશરે ૫૦ મીટર દૂર અકસ્માત સર્જાયો હતો. પોલીસ અનુસાર, બેફામ અને બેદરકારીપૂર્વક વાહન હંકારતા અને સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન ડાબી સાઇડના સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે અથડાઇ હતી. અકસ્મતાને પગલે કાવ્યનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેસેલ જૈના મહેતાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
આ ગમખ્વાર અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. વીડિયોમાં જાઈ શકાય છે કે અકસ્માત કેટલો ભયાનક હતો. વાહન થાંભલા સાથે અથડાતા જ ભાઇ બહેન હવામાં અનેક ગુલાંટ ખાઈને રોડ પર ફંગોળાય છે અને પટકાયા બાદ ગંભીર ઇજાઓ થવાથી બંને ભાઈ-બહેનના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘરમાં એકસાથે યુવાન સંતાનોના મોતથી પરિવારમાં રોકકળ અને આક્રંદ છવાઈ ગયો છે. સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.આ દુર્ઘટના અંગે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો નોંધીને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે સીસીટીવી ફૂટેજ અને આસપાસના પુરાવાઓના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.