અમરેલી તાલુકાના મોટા ભંડારીયા ખાતે પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન સંપન્ન થયું હતું. આ અવસરે સત્તાધારના મહંત શ્રી વિજયબાપુ, ખોડિયાર મંદિર (નેસડી)ના મહંત શ્રી લવજીબાપુ તેમજ જીગા ભગત સહિતના સાધુ-સંતોએ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા.આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, ખેડૂત અગ્રણી જયસુખભાઈ કસવાલા, ભરતભાઈ કસવાલા, સુડાવળના સરપંચ પ્રવીણભાઈ આસોદરીયા તથા મોટા આંકડિયા જિલ્લા પંચાયત સદસ્ય ડેનીભાઈ પરમાર સહિતના આગેવાનો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.







































