અમરેલીના શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ – વિદ્યાસભા દ્વારા કારગિલ વિજય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીના માર્ગદર્શન હેઠળ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ અમર જવાન સ્મારક સુધી રેલી કાઢી શહીદોને પુષ્પાંજલિ અને મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા તથા મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખુંટ, ટ્રસ્ટી મનસુખભાઈ ધાનાણી તથા ટ્રસ્ટી મંડળે ઐતિહાસિક જાહેરાત કરી હતી. જે મુજબ, શહીદ જવાનોના બાળકોને ગજેરા કેમ્પસમાં ૧૦૦ ટકા શાળા ફી માફી આપવામાં આવશે. આ ઉપરાંત, હાલ સેવામાં હોય કે નિવૃત્ત થયેલા ભારતીય સેનાના સૈનિકોના સંતાનોને શાળા ફીમાં ૫૦ ટકા રાહત આપવામાં આવશે. દેશના વીર જવાનોના બલિદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને તેમના પરિવારોને શિક્ષણ ક્ષેત્રે મદદરૂપ થવા સંસ્થા દ્વારા આ સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે.









































