સાવરકુંડલા-લીલીયા વિસ્તારના ભેસાણ ડેમ ખાતે સિંચાઈ વિભાગ દ્વારા ચાલી રહેલા ઇમરજન્સી મરામત કાર્યનું ધારાસભ્ય મહેશ કસવાળાએ સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું. આ ડેમ વિસ્તારના ખેડૂતો માટે સિંચાઈની દ્રષ્ટિએ અત્યંત મહત્વનો હોવાથી મરામત કામગીરી ઝડપથી અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ થાય તે માટે તેમણે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ધારાસભ્યએ ચાલી રહેલા કામનું ઝીણવટપૂર્વક અવલોકન કરીને કામગીરીની પ્રગતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે જરૂરી તકેદારી સાથે સમયમર્યાદામાં મરામત પૂર્ણ કરવાની સૂચના આપી હતી જેથી આગામી સિંચાઈ સીઝનમાં ખેડૂતોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.








































