કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. નીટ-યૂજી પરીક્ષામાં થયેલી ગરબડ અને દેશભરમાં વિદ્યાર્થીઓ દ્વારા સતત થઈ રહેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે તેમણે નૈતિક જવાબદારી લેતા પ્રધાનમંત્રી મોદીને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. હવે સૌ કોઈના મનમાં એક જ સવાલ છે કે દેશના આગામી શિક્ષણ મંત્રી કોણ હશે?
નીટ પેપર લીક વિવાદ બાદ દેશભરમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. કોકરોચ જનતા પાર્ટી સહિત સમગ્ર વિપક્ષ સતત ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરી રહ્યા હતા. શરૂઆતમાં સરકાર આ માગને માનવાના મૂડમાં નહોતી, પણ આંદોલન જેમ જેમ તેજ થતું ગયું સરકાર પર પ્રેશર વધતું ગયું. આખરે પ્રધાને ખુદ પાછી પાની કરવી પડી અને વિદ્યાર્થીઓના હિતને સૌથી ઉપર રાખતા હોવાની વાત કહી. શિક્ષણ વ્યવસ્થા પર કોઈ પણ પ્રકારનો વિવાદ ન હોવો જાઈએ.
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ નવી કેબિનેટમાં શિક્ષણ મંત્રીના નામ પર સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. રાજકીય ગલિયારામાં અને રાજનીતિના જાણકારો અનુસાર, નવા મંત્રીના નામને લઈ ૩ મુખ્ય સંભાવનાઓ દેખાઈ રહી છે.
રાજ્ય મંત્રીઓને અસ્થાયી જવાબદારીઃ હાલમાં મંત્રાલયમાં રાજ્ય મંત્રી જયંત ચૌધરી અને સુકાંત મજૂમદાર કાર્યરત છે. તેમાંથી કોઈ એકને અસ્થાયી પ્રભાર આપી શકે છે. જ્યાં સુધી નવા કેબિનેટ મંત્રીના નામ પર મહોર નથી લાગતી, ત્યાં સુધી આ પોર્ટફોલિયો ડાયરેક્ટ પ્રધાનમંત્રી કાર્યાલય પાસે રહી શકે છે. આગામી કેબિનેટ ફેરબદલમાં કોઈ સીનિયર અથવા અનુભવી નેતાને પૂર્ણકાલિન શિક્ષણ મંત્રી બનાવી શકે છે.
નવા શિક્ષણ મંત્રી સામે નેશનલ ટેÂસ્ટંગ એજન્સી અને પરીક્ષાઓના ઢાંચાને સુધારવા, દેશના લાખો યુવાનોમાં પરીક્ષા સિસ્ટમને લઈ ફરીથી વિશ્વાસ જગાવવો, દેશભરની સ્કૂલો અને કોલેજામાં નવી શિક્ષણ નીતિને વ્યવÂસ્થત રીતે લાગૂ કરાવવી.










































