ખાંભામાં પરિણીતાને એસીડ પીવા મજબૂર કરનારા સાસસિયા સામે ફરિયાદ નોંધાઈ હતી. પરિણીતીની માતાએ જમાઈ, વેવાઈ-વેવાણ સામે ફરિયાદ નોંધાવી હતી. ગીર ગઢડાના નગડીયા પરોઠા વિસ્તારમાં રહેતા રાજીબેન ભીમાભાઇ સોલા (ઉ.વ.૫૫)એ ખાંભાના ભગવતીપરામાં રહેતા જમાઈ ગીરીશભાઇ ભાણાભાઇ જોગદીયા, વેવાઈ ભાણાભાઇ દુદાભાઇ જોગદીયા, વેવાણ ભાનુબેન ભાણાભાઇ જોગદીયા તથા કૈલાશબેન ભાણાભાઇ જોગદીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમની દીકરીના લગ્ન આશરે સાતેક વર્ષ પહેલા ગીરીશભાઇ ભાણાભાઇ જોગદીયા ના સાથે થયા હતા. તેમની દીકરીને તેના સસરા ભાણાભાઇ દુદાભાઇ જોગદીયા તથા સાસુ ભાનુબેન, નણંદ કૈલાશબેન દિનેશભાઇ વાળા અવારનવાર માનસિક ત્રાસ આપી હેરાન-પરેશાન કરતા હતા. જેથી તેની દીકરીને મનમાં લાગી આવતા ૨૩/૦૭/૨૬ના વહેલી સવારના આશરે એક થી બે વાગ્યાના અરસામાં એસીડ પી લીધું હતું. ખાંભા પોલીસ સ્ટેશનના એએસઆઈ એ.પી.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.








































