બગસરા ખાતે મેઘાણી ટાઉન હોલમાં સિનિયર સીટીઝન પરિવાર દ્વારા મ્યુઝીકલ નાઈટ કાર્યક્રમ યોજાયો હતો. પાલિકા પ્રમુખ નિરવ ગોંડલીયા, રશ્વિનભાઈ ડોડીઆ, પીઆઈ ગોલવેલકર, એ.વી.રીબડીયા, અનિલ વેકરીયા સહિતના સિનિયર સીટીઝન પરિવારના સભ્યોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. ગાયકો પુજા પંડ્યા, રાજુ પંચોલી અને ઈલેશ ભટ્ટે જુના ફિલ્મી ગીતોનું ગાયન કરી રાતને સુમધુર બનાવી હતી. આ તકે ખાસ હાજર રહેલા મઘુવન ગોલ્ડના ચંદ્રેશભાઈ ધોળકીયાએ પણ પોતાના અવાજમાં જુના ફિલ્મી ગીતો ગાયા હતા. કાર્યક્રમને અંતે હાજર રહેલા શ્રોતાઓનો એક લકી ડ્રો કરવામાં આવ્યો હતો જેમાં વિજેતાઓને મધુવન ગોલ્ડ તરફથી ઈનામો આપવામાં આવ્યા હતા.










































