આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (AHP) ના સંસ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયા સૌરાષ્ટ્ર પ્રાંતના તમામ જિલ્લાઓમાં તાલુકાવાર સઘન પ્રવાસ ખેડશે. આગામી ૧૩ ઓગસ્ટથી ૦૪ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન યોજાનારા આ વ્યાપક પ્રવાસમાં સંગઠનના રાષ્ટ્રીય, ક્ષેત્રીય અને પ્રાંતિય પદાધિકારીઓ પણ જોડાશે. આ યાત્રાનો પ્રારંભ સુરેન્દ્રનગરના પાટડીથી થશે અને તે કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ અને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પ્રદેશ આવરી લેશે. પ્રવાસ દરમિયાન ડો. તોગડિયા વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લેશે, કાર્યકર્તાઓ સાથે બેઠકો યોજશે તેમજ સંગઠનાત્મક પ્રવૃત્તિઓની સમીક્ષા કરશે.ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડ, મહામંત્રી હિંમતભાઈ બોરડ અને પ્રાંત પ્રભારી નિર્મળસિંહ ખુમાણ સહિતના અગ્રણીઓએ આ પ્રવાસ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ આયોજનથી સૌરાષ્ટ્રમાં સંગઠનની પ્રવૃત્તિઓને નવી ઊર્જા અને વેગ મળશે.
સંગઠનના રાષ્ટ્રીય, ક્ષેત્રીય અને પ્રાંતિય પદાધિકારીઓ પણ જોડાશે.