બાબરા રઘુવીર સેના દ્વારા આગામી ૨૬ જુલાઈ ૨૦૨૬ના રોજ જલારામ મંદિર ખાતે ‘સરસ્વતી સન્માન સમારોહ ૨૦૨૬’ અને સમૂહ જ્ઞાતિ પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ સમારોહમાં ન્દ્ભય્ થી ધોરણ ૧૨માં ૬૫%થી વધુ ગુણ મેળવનાર ૫૪ તેજસ્વી તારલાઓને સન્માનિત કરાશે. ઉદાર મનના દાતાઓ તરફથી પ્રત્યેક વિદ્યાર્થીને ૨૧થી વધુ ઇનામો સહિત કુલ ૧૧૩૪ પ્રોત્સાહક ઇનામો એનાયત કરવામાં આવશે.કાર્યક્રમમાં લોહાણા મહાજન, જય જલારામ ટ્રસ્ટ, ડા. ભરતભાઈ કાનાબાર, ભાવેશભાઈ સોઢા તેમજ ડીવાયએસપી વિસ્મય માનસેતા અને વિરલ ચંદન સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. સમગ્ર સમાજને પરિવાર સાથે પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.








































