ભૂરખીયા હનુમાનજી દાદાના મંદિરે રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર, મુંબઈના આર્થિક સહયોગથી લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સિટી), ભૂરખીયા મંદિર ટ્રસ્ટ અને સુદર્શન નેત્રાલય, અમરેલીના સંયુક્ત ઉપક્રમે ૧૦૦મો નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. કેમ્પ દરમિયાન કુલ ૧૨૩ દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ ૩૨ દર્દીઓને મોતીયાના ઓપરેશન માટે પસંદ કરવામાં આવ્યા હતા અને તેમને સારવાર માટે અમરેલી લઈ જવામાં આવ્યા હતા. સુદર્શન નેત્રાલયની નિષ્ણાત તબીબોની ટીમે દર્દીઓની તપાસ અને માર્ગદર્શનની સેવા આપી હતી. કેમ્પના સફળ આયોજન બદલ આયોજકો તેમજ સેવા આપનાર તમામ ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.