અમરેલીના કે. કે. પારેખ કોમર્સ કોલેજની ૧૭ વિદ્યાર્થીનીઓ ‘યુવા આપદા મિત્ર’ તાલીમ શિબિરમાં જોડાઈ છે. શિબિરમાં રવાના થતા પહેલાં કોલેજ ખાતે એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. એ. જી. પટેલ દ્વારા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ભારતીબેન ફીણવિયા અને પ્રો. જે. એમ. તળાવિયાએ વિદ્યાર્થીનીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તાલીમ માટેની સમગ્ર વ્યવસ્થા એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. એ. બી. ગોરવાડિયાએ સંભાળી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ તાલીમ ૧૫થી ૨૧ જુલાઈ સુધી અમરેલીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. શિબિરમાં કુદરતી આપત્તિના સમયે સ્વ-બચાવ અને અન્યની સુરક્ષા અંગે વ્યવહારુ તાલીમ આપવામાં આવશે.