ભાવનગર શહેરમાં આજે આસ્થા અને ભક્તિનો અનેરો ઉત્સવ જાવા મળ્યો હતો, જ્યાં પરંપરાગત રીતે ૪૧મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારના સુમારે પહિંદ વિધિ સંપન્ન થયા બાદ મંત્રીઓ અને સાધુ-સંતોની વિશેષ ઉપÂસ્થતિમાં રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.આ વર્ષે સુરક્ષા વ્યવસ્થાને ખાસ પ્રાધાન્ય આપીને ડ્રોન સર્વેલન્સ અને ૪ હજાર જેટલા પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રજી નગરચર્યાએ નીકળ્યા હતા. ‘જય રણછોડ, માખણચોર’ના ગગનભેદી નાદ સાથે શહેરના ૧૭.૫ કિલોમીટર લાંબા રૂટ પર ભક્તો ભગવાનના દર્શન કરી ધન્ય બન્યા હતા.ગુજરાતની બીજા નંબરની ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગરમાં નીકળે છે.૪૧ મી ભાવનગરની રથયાત્રાને પગલે સવારમાં પહિંદ વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે કેબિનેટ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી, કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન બાંભણીયા સહિત સાધુ સંતો- મહંતોની ઉપસ્થીમાં રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.ભાવનગર સુભાષનગર જગન્નાથ મંદિરેથી સવારે રથને પ્રસ્થાન કરાવતા ઉપસ્થિત નાગરીકોએ “જય જય જગન્નાથ”, “હાથી, ઘોડા, પાલકી, ‘જય કનૈયા લાલ કી’”ના નાદ સાથે રથનો પ્રારંભ કર્યો હતો. રથમાં ભગવાન જગન્નાથજી, ભાઇ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે રથ શહેરના ૧૭.૫ કિલોમીટરના પરંપરાગત માર્ગ ઉપર નગરચર્યાએ નીકળ્યા હતા. સુભાષનગર નિજ મંદિરેથી દોરડા વડે રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.રથયાત્રાને માજી સૈનિકોએ સલામી આપીને પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ અવનવા ફ્લોટ્સ સાથે રથયાત્રામાં ટ્રકો, ટ્રેકટર જાડાયા હતા. રથયાત્રામાં પ્રથમ અખાડા વાળા બાદમાં છકડા,ટ્રેકટર અને બાદમાં ટ્રકો ૬૦ જાડાયા હતા. રથયાત્રાનો પ્રારંભ થતા માર્ગ ઉપર ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભગવાનના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો માર્ગ પર ઉભા રહીને રાહ જાઇને અંતમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ માર્ગમાં છાશ વિતરણ,પાણી વિતરણ અને સરબત વિતરણ ઠેકઠેકાણે કરવામાં આવ્યું હતું.રથયાત્રામાં પોલીસ કાફલો મોટી સંખ્યામાં જાડાયો હતો. આશરે ૪ હજાર પોલીસ તૈનાત કરવામાં આવી છે. રથયાત્રામાં સાથે ફોરેસ્ટ, આરોગ્ય તથા ફાયર બ્રિગેડનો સ્ટાફ, પી.જી.વી.સી.એલ., ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ, બ્લેક કમાન્ડો, ઘોડે સવાર પોલીસ તથા બી.એસ.એફ, સી.આર.પી.એફ. જવાનો જાડાયા છે. આ રથયાત્રામાં હાઈટેક સાધનો-ઉપકરણોનો ઉપયોગ કરીને સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે. જય જગન્નાથના નાદ સાથે રથયાત્રા આગળ વધી રહી છે જે રાત્રીના સમયે નિજ મંદિરે પહોંચી હતી








































