સાવરકુંડલા તાલુકાના ગોરડકા ગામ નજીક આજે સરકારી એસ.ટી. બસ અને એક ફોરવ્હીલ વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની અસરથી બસ રસ્તા પરથી નીચે ખાળિયામાં ઉતરી ગઈ હતી. ઘટનાને પગલે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. બસમાં મુસાફરી કરી રહેલા તમામ મુસાફરો તેમજ ફોરવ્હીલ વાહનમાં બેઠેલા લોકોનો આબાદ બચાવ થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ બંને વાહનોને સામાન્ય નુકસાન પહોંચ્યું છે.